પંચાયત વિભાગ

વી.જી.નાઈકશ્રી વી.જી.નાઈક
તાલુકા વિકાસ અધિકારીશ્રી
શ્રીમતી જશુબેન દિનેશચંદ્ર પટેલશ્રીમતી જશુબેન દિનેશચંદ્ર પટેલ
પ્રમુખ​શ્રી
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગભરૂચ જીલ્લોહાંસોટ તાલુકા પંચાયત

તાલુકા વિષે


હાંસોટ
ગ્રામ પંચાયત ૪૬
ગામડાઓ ૪૬
વસ્‍તી ૬૮૭૮૨
મધ્યકાલિન સમયમાં તે એક અગત્યનું બંદર હતું. મોઘલ કાળ દરમ્યાન મોઘલો અહીંથી ઇજીપ્ત, આફ્રીકાનાં અને આરબ દેશોમાં યાતાયાત કરતાં હતાં. એક સમય  દરમ્યાન હાંસોટ સમૃદ્ધ નગર હતું જે તેનાં શાહુકારોની અને અમિર લોકોની હવેલીઓને કારણે પ્રખ્યાત હતું. અહીં અનેક વેપારીઓ વસવાટ કરતાં હોવાથી ચાંચીયાઓ વારંવાર નગર ઉપર અને અહિંથી આવતા જતાં વહાણો ઉપર હુમલા કરતા હતાં. ઇ.સ્. ૧૬૦૦માં મોઘલ બાદશાહ જહાંગિરે આમેરનાં ચૌહાણની આગેવાનિ હેઠળ સૈન્ય અહીં મોકલ્યું જેને કરાચીનાં સિંધીઓનાં દરિયાઇ સૈન્યનું સારૂ એવું પીઠબળ હતું. એક વખત મુઘલ રાજ કુમારી 'બીબી તુર્ક' હાંસોટની મુલાકાતે આવિ હતી અને તેને આ સમૃદ્ધ નગર એટલું તો પસંદ આવ્યું કે તે મક્કાની હજ યાત્રા કરવા ગઇ હતી ત્યાંથી પાછા ફર્યા બાદ તે હંમેશા માટે અહીંજ રોકાઇ ગઇ.

હાંસોટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનું ગામ છે, તેમ જ હાંસોટ તાલુકાનું મુખ્ય મથક છે. આ ગામ નર્મદા નદીનાં મુખ ત્રિકોણ પ્રદેશ પાસે વસેલું છે, જ્યાં નર્મદા અરબી સમુદ્રમાં ભળે છે.

હાંસોટ અંકલેશ્વર, સુરત, કોસંબા તેમ જ કીમ સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું હોવાને કારણે વાહન વ્યવહારની સવલત સુગમતાથી મળે છે. હાંસોટથી નજીકનું રેલ્વે સ્ટેશન અંકલેશ્વર છે.